ગર્ભાધાન પછીના ૨૧ થી ૨૨
અઠવાડિયા સુધીમાં
ફેફસાં, હવા શ્વાસમાં લેવાની
થોડીક શક્તિ પ્રાપ્ત કરે છે.
આને જીવનક્ષમતાની વય ગણવામાં
આવે છે,
કારણકે ગર્ભાશયની બહાર
અસ્તિત્વ ટકાવી રાખવાનું,
કેટલાક ગર્ભ માટે શક્ય બને છે.
તબીબી ક્ષેત્રની અધ્યતન શોધોના
લાંબા વારસાની મદદથી
અપક્વ જન્મેલા શિશુઓનું જીવન
ટકાવી રાખવાનું શક્ય બન્યું છે.