અંદાજે ૨૧/ર અઠવાડીયા પછી
એપીબ્લાસ્ટે,
ત્રણ ખાસ પેશીઓ બનાવેલ છે,
અથવા જીવાંશ /સૂક્ષ્મ જીવના થર,
જેને એકટોડર્મ,
એન્ડોડર્મ અને
મીસોડર્મ કહે છે.
એકટોડર્મ
શરીરના અનેક ભાગોની રચના રે છે
જેમકે મગજ,
કરોડરજજુ,
જ્ઞાનતંતુઓ,
ચામડી,
નખ,
અને વાળની.
એન્ડોડર્મ શ્વસન તંત્રની અંદરનો ભાગ
તથા પાચનતંત્રનો માર્ગ બનાવે છે,
અને મહત્વના અવયવોના ભાગ બનાવે છે,
જેમ કે, પિત્તાશય,
અને સ્વાદુપિંડ.
મેસોડર્મ, હૃદય,
કિડની,
હાડકાં,
કોમલાસ્થિ,
સ્નાયુઓ,
લોહીના કોષો,
અને બીજી સરંચના બનાવે છે.