Skip Navigation
The Endowment for Human Development
The Endowment for Human Development
Improving lifelong health one pregnancy at a time.
Donate Now Get Free Videos

Multilingual Illustrated DVD [Tutorial]

The Biology of Prenatal Development




પૂર્વ પ્રસૂતિ વિકાસનું જીવ વિજ્ઞાન

.ગુજરા [Gujarati]


National Geographic Society This program is distributed in the U.S. and Canada by National Geographic and EHD. [learn more]

Choose Language:
Download English PDF  Download Spanish PDF  Download French PDF  What is PDF?
 

Chapter 1   Introduction

એક ગતિશીલ પ્રક્રિયામાં જેના અન્વયે એક કોષી માનવ ઝાયગોટ ૧૦૦-ટ્રિલિયન કોષ વયસ્ક બને છે, જે કદાચ સમગ્ર કુદરતનું સૌથી વધુ નોંધપાત્ર લક્ષણ છે.

સંશોધકો હવે જાણે છે કે ધણાં રોજિંદા કાર્યો વયસ્ક શરીર દ્વારા બજાવાતાં સગર્ભાવસ્થા દરમિયાન સ્થિર બને છે આવું ઘણીવાર જન્મના ઘણા વખત પહેલાં થાય છે.

જન્મ પહેલાંનો વિકાસલક્ષી ગાળો તૈયારીના સમયે વધુને વધુ સમજાય છે, જે દરમિયાન વિકાસ પામતો મનુષ્ય ઘણી સંરચનાઓ પ્રાપ્ત કરે છે, અને ઘણી કુશળતાઓ વ્યવહારમાં મૂકે છે, જે જન્મ પછીના અનુજીવન માટે જરૂરી બને છે

Chapter 2   Terminology

મનુષ્યમાં ગર્ભાવસ્થા સામાન્ય રીતે ૩૮ અઠવાડિયા રહે છે જેની ગણતરી ગર્ભાધાનના સમયથી, અથવા ગર્ભધારણના સમયથી, જન્મ સુધી હોય છે

ગર્ભાધાન પછીના પ્રથમ ૮ અઠવાડિયા દરમિયાન, વિકસતા મનુષ્ય ને 'ગર્ભ' કહેવામાં આવે છે, જેનો અર્થ "અંદર થતી વૃઘ્ધિ" થાય છે. આ સમય, જેને ગર્ભકાળ કહેવાય છે જેનું વર્ણન, રચના ઘ્વારા થતાં સૌથી મહત્વપૂર્ણ શરીર વ્યવસ્થાની રચનાથી કરાય છે.

આઠ અઠવાડિયાથી શરૂ કરીને ગર્ભાવસ્થા પૂરી ન થાય ત્યાં સુધી, "માણસનો વિકાસ થતો રહે છે, જેને 'ગર્ભ' કહે છે", જેનો અર્થ "વણજન્મેલ બાળક" થાય છે. આ સમય, જેને 'ગર્ભાવસ્થા' કહે છે તયારે શરીર મોટું થાય છે અને તેની સિસ્ટમ કામ કરવાનું શરૂ કરે છે.

ગર્ભાધાન અને ગર્ભાવસ્થાના વયકાળના આ કાર્યક્રમમાં ગર્ભાધાનના સમયથી ઉલ્લેખ કરાય છે.

The Embryonic Period (The First 8 Weeks)

Embryonic Development: The First 4 Weeks

Chapter 3   Fertilization

જીવશાસ્ત્રના ધોરણે કહીએ તો, "મનુષ્યનો વિકાસ ગર્ભાધાનકાળથી શરૂ થાય છે", જયારે સ્ત્રી અને પુરૂષ દરેકના તેમના પોતાના ૨૩ રંગસૂત્રોનું સંયોજન પુનર્રચનાત્મક કોશોના એકીકરણ ઘ્વારા થાય છે.

સ્ત્રીના પુનર્રચનાત્મક કોશને સામાન્ય રીતે "અંડબીજ" કહે છે પરંતુ સાચો શબ્દ 'ઓકાઈટ/બીજાંડ' છે.

તે જ પ્રમાણે, પુરૂષનો પુનર્રચનાત્મક કોષ વ્યાપકપણે 'શુક્રાણુ' તરીકે જાણીતો છે પરંતુ પસંદગીપાત્ર શબ્દ 'સ્પર્મેટૉઝૉન / શુક્રજંતુ' છે.

સ્ત્રીના ગર્ભાશયમાંથી ઓકાઈટ છુટા પડે છે જે પ્રક્રિયાને (ઓવ્યુલેશન) અંડમોચન કહેવાય છે, જેમાં બીજાંડ અને શુક્રાણુ ગર્ભાશયની એક નળીની અંદર જોડાય છે, જે નળીને ઘણીવાર ફેલોપિન ટયુબ કહે છે.

ગર્ભાશયની નળી સ્ત્રીના અંડાશયને તેના ગર્ભાશય સાથે જોડે છે

તેના પરિણામે નીપજતા એક કોશવાળા ગર્ભને ઝાયગોટ કહે છે, જેનો અર્થ 'જોડાયેલ' અથવા 'એકસાથે જોડાયેલ' એમ થાય છે.

Chapter 4   DNA, Cell Division, and Early Pregnancy Factor (EPF)

જનીન તત્વોના 'ઝાયગોટ' 46 રંગસૂત્રો, અદ્વિતિય પ્રથમ આવૃતિ દર્શાવે છે. જે નવી વ્યકિતની સંપૂર્ણ પ્રજનની બ્લ્યુપ્રિન્ટ હોય છે આ બૃહદ યોજના સખ્ત રીતે વિંટળાયેલ ડીએનએ કહેવાતા અણુમાં રહે છે તેમાં સમાવિષ્ટ હોય છે સમગ્ર શરીરની વિકાસની સૂચનાઓ

ડીએનએ અણુઓ વળ ચઢાવેલ નિસરણી જેવા હોય છે, જે બેવડા ગૂંચળા તરીકે ઓળખાય છે. નિસરણીમાં પગથિયાં જોડીબંધ અણુઓથી, અથવા મિશ્ર તત્વમાંથી બને છે, જે ગ્યુઆનિન, સાયટોસિન, એડેનિન અને થાયમીન તરીકે ઓળખાય છે

ગ્યુઆનિન માત્ર સાયટોસિન સાથે જોડી કરે છે, અને એડેનિન થાયમીન સાથે જોડાય છે. દરેક માનવ-કોષોમાં અંદાજે 3 અબજ આવા બેઝ કોષો હોય છે.

એક કોષના ડીએનએમાં એટલી બધી માહિતી હોય છે કે, તેને મુદ્રિત શબ્દોમાં રજુ કરવામાં આવે તો, ખાલી દરેક બેઝનાં માત્ર પ્રથમ અક્ષર વર્ણવીએ તો, તેને માટે પુસ્તકના ૧પ લાખ પૃષ્ઠો જરુરી બને!

તેને છેડાથી છેડા સુધી મુકવામાં આવે તો, એક મનુષ્ય કોષમાં ડીએનએ નું માપ ૩ ૧/૩ ફુટ અથવા ૧ મીટર થાય.

આપણે તમામ ડીએનએ ઉકેલીએ તો એક વયસ્કના ૧૦૦ ટ્રિલિયન કોષોમાં, તે ૬૩ અબજ માઈલ સુધી વિસ્તરે. આ અંતર પૃથ્વી થી સૂર્ય અને ત્યાંથી પાછા ફરતાં, ૩૪૦ ગણું થાય.

ફલન થયા પછી અંદાજે ૨૪ થી ૩૦ કલાકે, ઝાયગોટ જનીન તેનું પ્રથમ કોષ વિભાજન પુરૂ કરે છે. સાલ્વિક વિભાજન (માઇટોસીસ) પ્રક્રિયા ધ્વારા, એક કોષનું બે માં, બે નું ચારમાં, એમ આગળ વિભાજન થતું રહે છે.

ગર્ભાધાન શરૂ થયા પછી ૨૪ થી ૪૮ કલાકમાં બને તેટલું જલદી, હોમોર્નની શોધતપાસ ધ્વારા ગર્ભાવસ્થા નક્કી કરી શકાય છે, જેને માતાના લોહીમાં 'પ્રારંભિક ગર્ભાવસ્થા પરિબળ' કહે છે.

Chapter 5   Early Stages (Morula and Blastocyst) and Stem Cells

ગર્ભાધાનના ૩ થી ૪ દિવસ બાદ, ગર્ભના વિભાજક કોષો ગોળ આકાર ધારણ કરે છે અને ગર્ભને "મોરૂલા" કહે છે.

૪ થી ૫ દિવસમાં, કોષોના આ ગોળ આકારમાં પોલાણ બને છે. અને ગર્ભ ત્યારપછી બ્લાસ્ટોસિસ્ટ કહેવાય છે.

બ્લાસ્ટોસિસ્ટના કોષોને, આંતરિક કોષ દ્રવ્ય કહેવાય છે, અને માથું, શરીર તથા બીજા ભાગોની રચના કરે છે, જે મનુષ્યને વિકસાવવામાં મહત્વપૂર્ણ છે.

આંતરિક કોષ દ્રવ્યની અંદરના કોષોને ગર્ભાવસ્થાના સ્ટેમ-સેલ કહે છે, કારણકે તેઓ દરેકમાં ૨૦૦ કરતાં વધુ કોષ પ્રકારો પેદા કરવાની શક્તિ હોય છે, જે મનુષ્યના શરીરમાં રહેલાં છે.

Chapter 6   1 to 1½ Weeks: Implantation and Human Chorionic Gonadotropin (hCG)

નીચે ગર્ભ નળી સુધી મુસાફરી કર્યા પછી, પ્રારંભિક ગર્ભ પોતાને માતાના ગર્ભની અંદરની દિવાલમાં સ્થિર કરે છે આ પ્રક્રિયાને, રોપણ ક્રિયા કહે છે, જે છ દિવસમાં શરૂ થાય અને ગર્ભાધાન પછી ૧૦ થી ૧૨ દિવસમાં પૂરી થાય.

વૃધ્ધિ પામતાં ગર્ભમાંથી કોષો હાર્મોન પેદા કરવાનું શરૂ કરે છે જેને કોરિયોનીક ગોનાડોટ્રોપિન, અથવા એચસીજી કહે છે, જે દ્રવ્ય, મોટાભાગના ગર્ભાવસ્થા પરીક્ષણમાં શોધાયું હતું.

એચસીજી માતૃત્વ હાર્મોનને રાબેતા મુજબ માસિક સત્રમાં, અવરોધ ઉભો કરવાનો આદેશ આપી ગર્ભાવસ્થા ચાલુ રાખવા દે છે.

Chapter 7   The Placenta and Umbilical Cord

રોપણ પ્રક્રિયા બાદ, બ્લાસ્ટોસિસ્ટના પરિધ પરના કોષો એક સંરચના ના ભાગ નો ઉદભવ કરે છે જે પ્લેસેન્ટા તરીકે ઓળખાય છે, જે આંતર સપાટી તરીકે, માતાની અને ગર્ભની ચક્રાકાર વ્યવસ્થા વચ્ચે કામ આપે છે.

ગર્ભનું વેષ્ટન (ઓર) માતાના ઓકિસજન, પોષક તત્વો હોમોર્ન અને ઉપચાચારાત્મક તત્વો વિકસતાં માનવ શરીરને પહોચાડે છે; તમામ નકામી પેદાશો દૂર કરે છે; અને માતાને લોહીને મિશ્ર થતુ અટકાવે છે, ગર્ભ અને ભૃણના લોહીની સાથે.

ગર્ભનું વેષ્ટન હાર્મોન પણ પેદા કરે છે, અને ગર્ભ તથા ભૃણના શરીરને, માતા કરતાં સહેજ ઉંચા ઉષ્ણતામાને જાળવે છે.

વેષ્ટન, વિકસતા મનુષ્ય સાથે સંચાર કરે છે, નાળની લોહી વગેરે લઈ જતી નળી મારફત.

ગર્ભ વેષ્ટનની જીવન આધાર ક્ષમતાઓ, આધુનિક હોસ્પિટલોમાં મળતાં સધન સંભાળ સાથે ર્સ્પધા કરે છે.

Chapter 8   Nutrition and Protection

એક અઠવાડીયા સુધીમાં, આંતરિક દ્રવ્ય કોષના કોષો, બે સ્તરોની રચના કરે છે, જેને હાઈપોબ્લાસ્ટ અને અને એપીબ્લાસ્ટ કહે છે.

હાયપોબ્લાસ્ટ 'યોક સેક' પેદા કરે છે જે એક સરંચના છે જેના મારફત માતા, પોષક તત્વો પ્રારંભિક ગર્ભને પહોચાડે છે.

એપિબ્લાસ્ટમાંથી નીકળતા કોષો અંતસ્ત્રાવ (મેમ્બ્રેન) બનાવે છે, જેને આંતર ત્વચાનું આવરણ કહે છે, જેની અંદર ગર્ભ અને છેલ્લે ભૃણ જન્મ સુધી વિકસે છે.

Chapter 9   2 to 4 Weeks: Germ Layers and Organ Formation

અંદાજે ૨૧/ર અઠવાડીયા પછી એપીબ્લાસ્ટે, ત્રણ ખાસ પેશીઓ બનાવેલ છે, અથવા જીવાંશ /સૂક્ષ્મ જીવના થર, જેને એકટોડર્મ, એન્ડોડર્મ અને મીસોડર્મ કહે છે.

એકટોડર્મ શરીરના અનેક ભાગોની રચના રે છે જેમકે મગજ, કરોડરજજુ, જ્ઞાનતંતુઓ, ચામડી, નખ, અને વાળની.

એન્ડોડર્મ શ્વસન તંત્રની અંદરનો ભાગ તથા પાચનતંત્રનો માર્ગ બનાવે છે, અને મહત્વના અવયવોના ભાગ બનાવે છે, જેમ કે, પિત્તાશય, અને સ્વાદુપિંડ.

મેસોડર્મ, હૃદય, કિડની, હાડકાં, કોમલાસ્થિ, સ્નાયુઓ, લોહીના કોષો, અને બીજી સરંચના બનાવે છે.

3 અઠવાડીયામાં સુધીમાં મગજનું ત્રણ મુખ્ય વિભાગોમાં વિભાજન થાય છે તેને આગલું મગજ, મઘ્ય મગજ, અને પાછલું મગજ.

શ્વસનતંત્ર અને પાચનતંત્રનો વિકાસ પણ ચાલુ રહે છે.

જ્યારે પ્રથમ લોહીના કોષો, 'યોક સેક'માં દેખાતા થતા, લોહીની નળીઓની રચના સમગ્ર ગર્ભ માં થાય છે, અને નળીઓવાળું હૃદય ઉદભવે છે.

લગભગ એકદમ ઝડપથી વિકસતું હૃદય તેના પર ગડી કરે છે, જ્યારે અલગ અલગ ચેમ્બર વિકસવાનું શરૂ થાય છે.

હૃદયના ધબકારા ગર્ભધાનથી ૩ અઠવાડીયા અને ૧ દિવસ પછી શરૂ થાય છે.

ચક્રાકાર વ્યવસ્થા તંત્ર એ શરીરનું, અથવા સંબંધિત અંગોના જૂથનું પ્રથમ વ્યવસ્થા તંત્ર છે, જે કાર્યલક્ષી સ્થિતિ પ્રાપ્ત કરે છે.

Chapter 10   3 to 4 Weeks: The Folding of the Embryo

3 અને 4 અઠવાડીયાની વચ્ચે શરીરની યોજના દેખાવા માંડે છે જ્યારે મગજ, કરોડરજજુ, અને ગર્ભના હદય યોક સેકની સાથોસાથ સહેલાઈથી ઓળખી શકાય છે.

ઝડપી વિકાસને કારણે પ્રમાણમાં સપાટ ગર્ભમાં ગડી વળે છે. આ પ્રક્રિયામાં બને છે, યોક સેકનો એક ભાગ, અસ્તર પાચન તંત્રનું, અને તે વિકાસપામી રહેલ મનુષ્યનાં શરીરમાં છાતી અને પેટનું પોલાણ બનાવે છે.

Embryonic Development: 4 to 6 Weeks

Chapter 11   4 Weeks: Amniotic Fluid

૪ અઠવાડીયા સુધીમાં સ્પષ્ટ આવરણ ગર્ભની આસપાસ પ્રવાહી ભરેલા કોષમાં તૈયાર થાય છે. આ જંતુમુકત પ્રવાહીને, એમનિયોટીક પ્રવાહી કહે છે, જે ગર્ભને ઈજા સામે રક્ષણ આપે છે.

Chapter 12   The Heart in Action

હદય સામાન્ય રીતે મિનિટ દિઠ ૧૧૩ વખત ધબકારા મારે છે.

હદય કેવી રીતે રંગ બદલે છે, તે જુવો જ્યારે, લોહી દરેક ધબકારે પોતાની ચેમ્બરમાં પ્રવેશે ને બહાર નીકળે છે.

હદય અંદાજે જન્મ પહેલાં ૫૪૦ લાખ વખત, અને ૩૨ અબજ કરતાં વધુ વખત, ૮૦ વર્ષની આવરદામાં ધબકે છે.

Chapter 13   Brain Growth

મગજનો ઝડપી વિકાસ જણાય છે બદલતા દેખાવથી, આગલા મગજના, મઘ્ય મગજના, અને પાછલા મગજના.

Chapter 14   Limb Buds

શરીરના ઉપલા અને નીચેના અવયવો, ૪ અઠવાડીયા સુધીમાં અવયવોના અંકુર દેખાવા સાથે વિકસવા માંડે છે

આ વખતે ચામડી પારદર્શક હોય છે કારણ કે તે માત્ર એક કોષની જાડાઈ ધરાવે છે.

ચામડી જાડી થતાં તે તેની આ પારદર્શકતા ગુમાવે છે, એટલે કે, જેના લીધે આપણે અંદરના અંગો ફકત બીજા એકાદ મહિના સુધીજ વિકસતાં જાઈ શકીશુ.