Skip Navigation
The Endowment for Human Development
The Endowment for Human Development
Improving lifelong health one pregnancy at a time.
Donate Now Get Free Videos

Multilingual Illustrated DVD [Tutorial]

The Biology of Prenatal Development




પૂર્વ પ્રસૂતિ વિકાસનું જીવ વિજ્ઞાન

.ગુજરા [Gujarati]


National Geographic Society This program is distributed in the U.S. and Canada by National Geographic and EHD. [learn more]

Choose Language:
Download English PDF  Download Spanish PDF  Download French PDF  What is PDF?
 

The Fetal Period (8 Weeks through Birth)

Chapter 37   9 Weeks: Swallows, Sighs, and Stretches

ગર્ભાવસ્થાની મુદ્દત જન્મ ન થાય, ત્યાં સુધી ચાલુ રહે છે.

૯ અઠવાડિયા સુધીમાં અંગુઠો ચુસવાનું શરૂ થાય છે. અને ગર્ભ એમ્નિયોટિક પ્રવાહી ગળે ઉતારી શકે છે.

ગર્ભ વસ્તુ પણ પકડી શકે છે, માથું આગળ- પાછળ હલાવે છે, મોઢું ઉઘાડ-બંધ તથા જીભ હલાવી શકે છે, ઉંડો શ્વાસ લઇ અને હાથ પગ લંબાવી શકે છે.

મોં, હાથના પંજા અને પગનાં તળિયાંના જ્ઞાનતંતુ હળવો સ્પર્શ અનુભવી શકે છે.

પગના તળિયા આછા સ્પર્શની પ્રતિક્રિયા રૂપે ગર્ભ, કુલો, ઢીંચણ અને કદાચ અંગૂઠા પણ વાળે.

આંખના પોપચા હવે સંપૂર્ણ બંધ થાય છે.

સ્વરપેટીના, ધ્વનિયુક્ત અસ્થિબંધન સ્વરદર્શી રજ્જુઓનાં વિકાસની શરૂઆતનો સંકેત આપે છે.

સ્ત્રી ગર્ભમાં ગર્ભાશય ઓળખી શકાય છે. સ્ત્રીના જનન અવયવ તરીકે ઓળખાતા અપકવ પુનરચનાત્મક કોષો ગર્ભની અંદર તેની પ્રતિકૃતિ બતાવે છે.

બહારની જનેન્દ્રિયનું પુરૂષ કે સ્ત્રી તરીકે જાતે વિભાજીત થવાનું શરૂ કરે છે.

Chapter 38   10 Weeks: Rolls Eyes and Yawns, Fingernails & Fingerprints

૯ અને ૧૦ અઠવાડિયા વચ્ચે વૃધ્ધિનો સ્ફોટ, ૭૫ ટકા કરતાં વધુ શરીરનું વજન વધારે છે.

૧૦ અઠવાડિયા સુધીમાં, ઉપલા પોપચાના ઉદ્દીપનથી આંખ નીચેની તરફ ફરવા માંડે છે.

ગર્ભ બગાસું ખાય છે, તથા ઘણીવાર મો ખોલે અને બંધ કરે છે.

મોટાભાગના ગર્ભો જમણો અંગૂઠો ચૂસે છે.

નાળમાં રહેલા આંતરડાના વિભાગો, પેટના પોલાણમાં પાછા વળે છે.

મોટાભાગના હાડકામાં 'ઓસિફિકેસન' (હાડકા કઠણ થવા) ચાલુ હોય છે.

હાથની આંગળીઓના અને પગની આંગળીઓના નખ વિકસવા માંડે છે.

ગર્ભાધાન પછીના ૧૦ અઠવાડિયામાં અદ્વિતીય આંગળા છાપ દેખાય છે. આ છાપનો જિંદગીભર ઓળખ માટે ઉપયોગ થાય છે.

Chapter 39   11 Weeks: Absorbs Glucose and Water

૧૧ અઠવાડિયા સુધીમાં નાક અને હોઠોની સંપૂર્ણ રચના થાય છે. શરીરના બીજા બધા ભાગ બાબત, તેમનો દેખાવ, મનુષ્ય જીવન ચક્રના દરેક તબક્કે બદલાશે.

આંતરડા ગ્લુકોઝ અને પાણી શોષવાનું શરૂ કરે છે, જે ગર્ભ આરોગે છે.

જાતિ, ગર્ભાધાન વખતે નક્કી કરાતી હોવા છતાં, બહારની જનનેન્દ્રિય, હવે અલગ પાડી શકાય છે, સ્ત્રી કે પુરૂષ તરીકે.

Chapter 40   3 to 4 Months (12 to 16 Weeks): Taste Buds, Jaw Motion, Rooting Reflex, Quickening

૧૧ અને ૧૨ અઠવાડિયા વચ્ચે ગર્ભનું વજન લગભગ ૬૦ % વધે છે.

૧૨ અઠવાડિયા, ગર્ભાવસ્થાની પ્રથમ ત્રિમાસિક મુદ્દત પૂરી કરે છે.

ભિન્ન સ્વાદુપિંડ હવે મોં ના અંદરના ભાગને આવરી લે છે.
જન્મથી સ્વાદુ પિંડ માત્ર જીભ પર અને મોં ના તાળવામાં રહે છે.

બને તેટલા જલદીથી ૧૨ અઠવાડિયામાં આંતરડાના ભાગો ગતિ શરૂ કરે છે. અને ૬ અઠવાડિયા સુધી ચાલુ રહે છે.

ગર્ભ અને નવજાતના મોટા આંતરડામાંથી પ્રથમ પદાર્થ બહાર નીકળે છે. જેને મીકોનિયમ કહે છે. તે , બને છે પાચક એન્ઝાઇમ, પ્રોટિન અને પાચક માર્ગ દ્વારા ફેંકાતા મૃત કોષો ભેગા થઇને.

૧૨ અઠવાડિયા સુધીમાં ઉપલા અંગોની લંબાઇ શરીરના કદના તેના છેલ્લા પ્રમાણ સુધી લગભગ વધે છે. નીચલા અંગો તેમના આખરી પ્રમાણ સુધી પહોંચવામાં લાંબો સમય લે છે.

શરીરના પાછલા અને માથાના ટોચના ભાગના અપવાદ સાથે સમગ્ર ગર્ભનું શરીર હવે હળવા સ્પર્શને પ્રતિક્રિયા આપે છે.

લિંગ આધારિત વિકાસલક્ષી તફાવતો પ્રથમ વાર દેખાય છે. ઉદાહરણ તરીક સ્ત્રી ગર્ભ જડબાની હલન-ચલન, પુરૂષ ગર્ભ કરતાં વધુ વખત દર્શાવે છે.

અગાઉ જોયેલ પાછા ખેંચવાની પ્રતિક્રિયા વિરૂધ્ધ મોંની નજીક ઉદ્દીપન હવે ઉદ્દીપક તરફ અને મોં ખોલવા તરફ વાળવા પ્રેરે છે. આ પ્રતિક્રિયાને 'રૂટિંગ રિફલેક્સ' કહે છે. અને તે જન્મ પછી ચાલુ રહે છે, જે નવજાત બાળકને તેની કે તેણી માના સ્તનને સ્તનપાન દરમિયાન શોધવામાં મદદ કરે છે.

મોં પકવ થવા માંડે છે, કેમકે ચરબીના થર ગાલમાં ભરાવા શરૂ થાય છે. અને દાંતનો વિકાસ શરૂ થાય છે.

૧૫ અઠવાડિયા સુધીમાં લોહી બનાવતા ધડના કોષો આવીને હાડકાના ચૂરામાં વૃધ્ધિ પામે છે. મોટાભાગના લોહીના કોષોનું નિર્માણ અહીં થાય છે.

અલબત્ત ૬ અઠવાડિયાના ગર્ભમાં હલન-ચલન શરૂ થતું હોવા છતાં, સગર્ભા સ્ત્રી પ્રથમ ગર્ભની હિલચાલ, ૧૪ અને ૧૮ અઠવાડિયાની વચ્ચે અનુભવે છે. પારંપારિક રીતે આ ઘટનાને 'કળી શકાય એવી હલનચલન ક્રિયા' કહેવાય છે.

Chapter 41   4 to 5 Months (16 to 20 Weeks): Stress Response, Vernix Caseosa, Circadian Rhythms

૧૬ અઠવાડિયા સુધીમાં સોય ગર્ભના પેટમાં નાખવતી પ્રક્રિયા હોમોર્નવિષયક દાબ-પ્રતિક્રિયા શરૂ કરે છે. જે, નોરાડ્રેનલાઇન, અથવા નોરએપીનેફ્રિન લોહીના સ્ત્રોતમાં છૂટું કરે છે. નવજાત અને પુખ્ત વ્યક્તિઓ, આક્રમક કાર્યપધ્ધતિ સામે આવો જ પ્રતિભાવ દર્શાવે છે.

શ્વસનતંત્ર પ્રણાલીમાં, શ્વાસનળીની શાખાઓનું વૃક્ષ હવે લગભગ પૂરૂ થાય છે.

એક રક્ષણાત્મક સફેદ પદાર્થને જેને 'વર્નિક્સ કાસેઓસ' કહે છે તે હવે ગર્ભને ઢાંકી દે છે. વર્નિક્સ, ચામડીનું એમ્નિયોટિક પ્રવાહીની દાહક અસરોથી રક્ષણ આપે છે.

૧૯ અઠવાડિયાના ગર્ભની હલનચલનથી, શ્વસન પ્રવૃત્તિ, અને હૃદયના ધબકારાના દર, દૈનિક ચક્રને અનુસરે છે, જેને (સર્કેડિયન રિધમ) શારીરિક લયબધ્ધતા કહે છે.

Chapter 42   5 to 6 Months (20 to 24 Weeks): Responds to Sound; Hair and Skin; Age of Viability

૨૦ અઠવાડિયા સુધીમાં કવચ-કાનની અંદરનો ગુંચળાવાળો ભાગ જે શ્રવણ શક્તિનો ભાગ છે, તે પુખ્ત કદ સુધી પહોંચે છે, પૂર્ણ વિકસિત અંદરના કાનમાં. હવે આગળ, ગર્ભ, અવાજની વધતી જતી રેન્જને પ્રતિભાવ આપે છે.

હવે વાળ ખોપરી પર ઉગવા માંડે છે.

તમામ ચામડીના થર અને રચનાઓ, નાની કેશવાહિનીઓ અને ગ્રંથિમાં સાથે હાજર હોય છે.

ગર્ભાધાન પછીના ૨૧ થી ૨૨ અઠવાડિયા સુધીમાં ફેફસાં, હવા શ્વાસમાં લેવાની થોડીક શક્તિ પ્રાપ્ત કરે છે. આને જીવનક્ષમતાની વય ગણવામાં આવે છે, કારણકે ગર્ભાશયની બહાર અસ્તિત્વ ટકાવી રાખવાનું, કેટલાક ગર્ભ માટે શક્ય બને છે. તબીબી ક્ષેત્રની અધ્યતન શોધોના લાંબા વારસાની મદદથી અપક્વ જન્મેલા શિશુઓનું જીવન ટકાવી રાખવાનું શક્ય બન્યું છે.

Chapter 43   6 to 7 Months (24 to 28 Weeks): Blink-Startle; Pupils Respond to Light; Smell and Taste

૨૪ અઠવાડિયા સુધીમાં આંખનાં પોપચાં રૂરી ઉધાડે છે, અને ગર્ભ આંખ ઉઘાડ-બંધ કરવાની ક્રિયા દર્શાવે છે. અચાનક મોટા અવાજો સામેની આ પ્રતિક્રિયા સ્ત્રી ગર્ભમાં ખાસ કરીને વહેલાં વિકાસ પામે છે.

અનેક સંશોધકોએ મોટા અવાજ સામે ગર્ભના આરોગ્યને પ્રતિકૂળ અસર થતી હોવાનું જણાવયું છે. તાકીદનાં પરિણામોમાં, સમાવેશ થાય છે લંબાતા વધેલા હૃદયનાં ધબકારાનો દર ગર્ભનો ગળે ઉતરવાનો અતિશય વધારો ને અચાનક થતા વર્તણૂંકલક્ષી પરિવર્તનો. શક્ય લાંબાગાળાના પરિણામોમાં શ્રવણશક્તિ ગુમાવવાનો સમાવેશ થાય છે.

ગર્ભનો શ્વાસોચ્છવાસનો દર ખૂબ ઉંચો, લગભગ, મિનિટ દીઠ શ્વાસ લેવા મૂકવાના ૪૪ આવર્તનો જેટલો થઇ શકે છે.

સગર્ભાવસ્થાના તૃતીય ત્રિમાસ દરમિયાન, ઝડપી મગજનો વિકાસ, ગર્ભ દ્વારા વપરાતી શક્તિના, ૫૦ % વધુ શક્તિ વાપરે છે. મગજનું વજન ૪૦૦ અને ૫૦૦ % ની વચ્ચે વધે છે.

૨૬ અઠવાડિયા સુધીમાં આંખો આસું પેદા કરે છે.

પાંપણો ૨૭ અઠવાડિયાના સમયમાં પ્રકાશ સામે પ્રતિક્રિયા આપે છે. આ પ્રતિક્રિયા, પ્રકાશના પ્રમાણનું વિનિયમન કરે છે, અને જિંદગીભર રેટિના સુધી પહોંચે છે.

તમામ ઘટક-તત્વો , જે ગંધની કામ કરતી સંવેદના માટે જરૂરી છે, તે કાર્યલક્ષી હોય છે. અપક્વ શિશુઓનો અભ્યાસ જણાવે છે કે ગંધ શોધી કાઢવાની શક્તિ ગર્ભાધાન પછીના ૨૬ અઠવાડિયામાં આવે છે.

એમ્નિઓટિક પ્રવાહીમાં મીઠો પદાર્થ મૂકતાં, ગર્ભનો ગળે ઉતારી જવાનો દર વધે છે. એથી વિરૂધ્ધ, ગર્ભનો ગળે ઉતરાવાનો દર કડવો પદાર્થ દાખલ કરવાથી ઘટે છે. બદલાયેલ મુખ-ભાવો ઘણીવાર પાછળ દેખાય છે.

પગલાં જેવી પગની હલન-ચલન ક્રિયાની શ્રેણીઓ, જે ચાલવા જેવી હોય છે, તેની મારફત ગર્ભ ગુલાંટ મારે છે.

ગર્ભ પર ઓછી કરચલી હોય છે, કેમકે ચામડીની નીચે વધારાની ચામડીના થર બને છે. ચરબી, શરીરનું ઉત્ષણતામાન જાળવવામાં અને જન્મ પછી શક્તિ એકત્રિત કરવામાં મહત્વનો ભાગ ભજવે છે.

Chapter 44   7 to 8 Months (28 to 32 Weeks): Sound Discrimination, Behavioral States

૨૮ અઠવાડિયા સુધીમાં ગર્ભ, ઉંચી અને નીચી તીવ્રતાવાળા અવાજો અલગ પાડી શકે છે.

3૦ અઠવાડિયા સુધીમાં શ્વાસ લેવાની ક્રિયા ખૂબ સામાન્ય હોય છે, અને તે ગર્ભમાં સરેરાશ સમયના ૩૦ થી ૪૦ % બને છે.

ગર્ભાવસ્થાના છેલ્લા ૪ મહિના દરમિયાન, ગર્ભ સંકલિત પ્રવૃત્તિનો સમયગાળો દર્શાવે છે, જે વચ્ચે આરામના ગાળાથી વર્ણવાયેલી છે. આ વર્તનલક્ષી સ્થિતિ, હંમેશા વધતી, કેન્દ્રિય મજજા તંત્રની જટિલતા દર્શાવે છે.

Chapter 45   8 to 9 Months (32 to 36 Weeks): Alveoli Formation, Firm Grasp, Taste Preferences

અંદાજે ૩૨ અઠવાડિયા સુધીમાં સાચા અલવેયોલી, અથવા હવાના 'પોકેટ' કોષો ફેફસામાં વિકસવાનું શરૂ કરે છે. જન્મ પછી ૮ વર્ષ સુધી તેની રચના થતી ચાલુ રહેશે.

૩૫ અઠવાડિયામાં ગર્ભ, મજબૂત હાથની પકડ ધરાવે છે.

ગર્ભ, વિવિધ પદાથોર્ની સામે આવતાં, જન્મ પછી સુંગધ સ્વાદની પસંદગી પર અસર થતી હોવાનું જણાય છે. ઉદાહરણ તરીકે, ગર્ભૉ, કે જેમની માતાઓ 'સુવા', જે પદાર્થ લિકરિસને પોતાનો સ્વાદ આપે છે, તે જન્મ પછી સુવાની પસંદગી દર્શાવતા હતા. ગર્ભ એક્સપોઝર વગરના નવજાત શિશુઓ સુવા પસંદ કરતા ન હતા.

Chapter 46   9 Months to Birth (36 Weeks through Birth)

ગર્ભની પ્રસવ વેદના, એસ્ટ્રોજીન નામના હોમોર્ન, મોટા પ્રમાણમાં છૂટા થતાં શરૂ થાય છે અને આમ ગર્ભમાંથી નવજાત શિશુમાં સંક્રમણ શરૂ થાય છે.

પ્રસવ વેદના, ગર્ભાશયના જોરદાર સંકોચનને સૂચવે છે, પરિણામે બાળકનો જન્મ થાય છે.

ગર્ભાધાનથી જન્મ સુધી અને ત્યારબાદ મનુષ્ય વિકાસ ગતિશીલ, નિરંતર અને જટિલ રહે છે. આ આશ્ચર્યજનક પ્રક્રિયા અંગેની નવી શોધો, વધુને વધુ, ગર્ભ વિકાસની, જીવનભરના આરોગ્ય પર પડતી મહત્વપૂર્ણ અસર દર્શાવે છે.

મનુષ્ય વિકાસ અંગેની આપણી સમજ જેટલી અધ્યતન, તેટલી વધુ આપણી આરોગ્યવર્ધક ક્ષમતા, જન્મ પહેલાં અને ત્યારબાદ.